શાળામાં વિદ્યાર્થીઓ માટે ખાસ સોલ્યુશન ડેસ્કની વ્યવસ્થા છે.જેમાં વિદ્યાર્થીઓ અઠવાડીયા દરમિયાન જે અભ્યાસક્રમ ચાલ્યો હોય અને એમાં કોઈપણ મુદ્દો બરાબર સમજી શક્યા ના હોય તો એમનું વ્યક્તિગત માર્ગદર્શન જે તે વિષયના શિક્ષકો પાસેથી મેળવી શકે છે. જેનાથી વિદ્યાર્થીઓ જે તે વિષયમાં સારી પકડ પ્રાપ્ત કરી શકે છે અને પોતાના પ્રશ્નો શિક્ષકો સમક્ષ રજૂ કરી શકે છે.