શાળામાં બાળકો વિવિધ રમતો રમી શકે તે માટે વિશાળ રમત ગમ્મત મેદાન આવેલ છે. જેમાં ખાસ કરીને વોલીબોલ, ખો-ખો ,ક્રિકેટ,કબડ્ડી,લાંબી અને ઉંચી કુદ તથા દોડ માટેના ટ્રેક છે. આ ઉપરાંત અનેક ઇનડોર ગેમ માટે પણ સુવિધા છે. રમત થકી બાળકો શિક્ષણ સાથે રમતમાં પણ અગ્રેસર રહે એ જ હેતુ છે. અત્યાર સુધીમાં શાળાના વિદ્યાર્થીઓએ અનેક રમતોમાં રાજ્ય કક્ષાએ નેતૃત્વ કરી શાળાનું ગૌરવ વધારેલ છે.